નવી દિલ્હીઃ જલદી જ ભારતમાં વેચાતા ફૂડના પેકેજિંગમાં બદલાવ આવી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજ્ડ ફૂડ કંપનીઓ માટે નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ અંતર્ગત ભવિષ્યમાં આ કંપનીઓને પોતાની પ્રોડક્ટ્સના પેકેટ પર લાલ રંગમાં હાઈ ફેટ, શુગર અને સોલ્ટ કન્ટેન્ટનો ઉલ્લેખ કરવાનો રહેશે.
ભારતમાં જાડાપણું અને ડાયબિટીઝની સમસ્યા વધવાના કારણે સરકારે બે વર્ષ પહેલા નિયમોમાં બદલાવની શરુઆત કરી હતી, આ અંતર્ગત લોકલ મેન્યુફેક્ચરર્સને પોતાના લેબલ્સ પર ફેટ, શુગર અને સોલ્ટ કન્ટેન્ટનો ઉલ્લેખ કરવો જરુરી છે. આ સાથે જ સરકાર દેશભરમાં કથિત જંક ફૂડ પર ફેટ ટેક્સ લગાવવા પર પણ વિચાર કરી રહી છે.
એફએસએસએઆઈ દ્વારા 25 જૂનના રોજ જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પેકિંગ સામે ફૂડ લેબલ્સ પર આરડીએના અંશદાનનો ઉલ્લેખ કરવાનો રહેશે. તાજેતરમાં પ્રકાશિત એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફૂડ ઈન્ડસ્ટ્રીએ પ્રસ્તાવિત બદલાવો પર ચિંતા વ્યક્ત કરી છે.
વર્તમાનમાં મોટાભાગની પેકેજ્ડ ફૂડ કંપનીઓ પેકેટની પાછળની તરફ કન્ટેન્ટમાં ન્યૂટ્રીશિયન ડિટેલ્સ પ્રિન્ટ કરે છે, જેમાં રેકમેન્ડેડ ડેલી વેલ્યૂ પણ શામિલ છે. ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુબોધ જિંદલે કહ્યું કે એફએસએસએઆઈના પ્રસ્તાવિત નિયમ ન તો વૈજ્ઞાનિક છે અને ન તો વ્યવહારિક છે. જિંદલે કહ્યું કે સુઝાવ આપવામાં આવે છે કે ઓથોરિટીના ઉપભોક્તાઓને પોતાનો ખોરાક અને જીવન શૈલી અનુરુપ ઉપયુક્ત ખાનપાન પ્રત્યે જાગૃત બનાવવા જોઈએ.