દૂરદર્શન 4.3 કરોડ ઘરો સાથે સૌથી મોટું DTH પ્લેટફોર્મ

નવી દિલ્હીઃ દૂરદર્શનની ફ્રી ડિશ 4.3 કરોડથી વધુ ઘરો સુધી પહોંચનાર સૌથી મોટું DTH પ્લેટફોર્મ બની ગયું છે, એમ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું. પ્રસાર ભારતીની DTH સર્વિસ DD એકમાત્ર ફ્રી-ટુ-એર ડિરેક્ટ-ટુ હોમ સર્વિસ મેળવતા દર્શકોએ કોઈ માસિક સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી નથી પડતી. દૂરદર્શનના DTH સેટ-ટોપ બોક્સ ખરીદવા માટે માત્ર રૂ. 2000 એક જ વખત રોકાણ કરવું પડે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે લિલામી પ્રક્રિયાને કારણે 2017 અને 2022ની વચ્ચે વિવિધ ચેનલોની ગુણવત્તા અને ચેનલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દૂરદર્શનની મફત DTH સેવાના ગ્રાહકોની સંખ્યા 2017ના 2.2 કરોડથી વધીને 2022માં 4.3 કરોડ થયા હતા.

દૂરદર્શન એની DTH સર્વિસ દ્વારા 167 ટીવી ચેનલો અને 48 રેડિયો ચેનલોની સેવા આપે છે, જેમાં 91 દૂરદર્શન ચેનલ સામેલ છે અને 51 સહ બ્રાન્ડેડ શૈક્ષણિક ચેનલ અને 76 ખાનગી ટીવી ટેનલ છે.

દૂરદર્શનની DTH સર્વિસમાં પહેલી એપ્રિલ, 2022થી આઠ હિન્દી સામાન્ય મનોરંજન ચેનલ, 15 હિન્દી મુવી ચેનલ, છ સંગીત ચેનલ, 22 સમાચાર ચેનલ, નવ ભોજપૂરી ચેનલ, ચાર ભક્તિ અને બે વિદેશી ચેનલ સામેલ થશે, એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

દૂરદર્શને તેની સેવાઓને વધુ આકર્ષક બનાવી છે, જેમાં એક શેફ સંજીવ કપૂરની ફૂડ માટેની ફૂડ ફૂડ ચેનલને ઉમેરો કર્યો છે, એ ઉપરાંત  સ્પોર્ટ્સની માઇકેમ ચેનલનો પણ ઉમેરો કર્યો છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.