દેશમાં કોરોનાના 724 કેસઃ 67 લોકો સાજા થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો તેજીથી વધી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આજે 30 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આમાં 17 લોકોના વાયરસના કારણે જીવ ગયા છે જ્યારે 67 જેટલા લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. કોરોનાના સંકટને જોતા દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે સરકારે 1.7 લાખ કરોડ રુપિયાના પેકેજની જાહેરાત કરી છે.

આમાં ગરીબો, જરુરિયાતમંદ લોકો, મહિલાઓ, દિવ્યાંગો સહિત લગભગ તમામ વર્ગોને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકારના પ્રયત્નો છે કે કોઈપણ ગરીબ ભૂખ્યા ન રહેવા જોઈએ. આ સિવાય સંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાનમાં રાખતા સરકાર કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતામાં આવતા ત્રણ મહિના સુધી પૈસા જમા કરશે.

  1. નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશનિંગની દુકાનોમાંથી 80 કરોડ લોકોને આવતા ત્રણ મહીના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ઘઉં અથવા ચોખા તેમજ આ સિવાય પ્રત્યેક રેશન કાર્ડ પર એક કીલો દાળ મફતમાં મળશે. આ પીડીએસ અંતર્ગત મળનાનારા લાભથી અલગ હશે.
  2. નિર્મલા સિતારમણે પેકેજની જાહેરાત કરતા કહ્યું કે, 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને 500 રુપિયા આપવામાં આવશે જેથી તેમને પોતાના ઘરનો ખર્ચ ચલાવવામાં થોડી મદદ મળી શકે.
  3. મજૂરો માટે મનરેગા અંતર્ગત મજૂરીને વધારીને 182 રુપિયાથી 202 રુપિયા કરી દેવામાં આવ્યા છે. સાથે જ ઉજ્વલા યોજના અંતર્ગત આવતા ત્રણ મહિના સુધી મફત સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી છે. આનાથી 8 કરોડથી વધારે પરિવારોને ફાયદો થશે.
  4. જી20 દેશોના નેતાઓએ કોરોના વાયરસથી ફેલાયેલી વૈશ્વિક મહામારી વિરુદ્ધ એકજુટતા દર્શાવતા આની સામે લડવા માટે વિશ્વની અર્થવ્યવસ્થામાં 5 હજાર અરબ ડોલર ખર્ચ કરવાની જાહેરાત કરી છે. ગુરુવારના રોજ જી20ની પ્રથમ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદીએ આતંકવાદની જેમ જ મહામારી સામે લડવા માટે વૈશ્વિક સહયોગ પર જોર આપ્યું હતું.
  5. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડાનોમ ગેબ્રિયેસસે લોકડાઉન કરનારા દેશોને ચેતવ્યા છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે ઘણા દેશો દ્વારા લાગુ કરવામાં આવી રહેલા લોકડાઉન, દુનિયામાંથી વાયરસને ભગાડવા માટે પર્યાપ્ત નહી હોય. તેમણે કહ્યું કે, કોરોનાના દર્દીઓને શોધવા, આઈસોલેટ કરવા, પરિક્ષણ અને તેમની સારવાર કરવી તે સૌથી વધારે ફાયદાકારક રીત છે.
  6. કોરોનાના પ્રકોપ વચ્ચે સુપ્રીમ કોર્ટ જરુરી મામલાઓની સુનાવણી કરતુ રહેશે. સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ રીતે લોકડાઉન નહી હોય. જાહેર કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, સુપ્રીમ કોર્ટમાં માત્ર અત્યંજ જરુરી મામલાઓની સુનાવણી થશે. અને તેપણ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. વકીલને અરજીનું ઈ-ફાઈલિંક કરવાનું રહેશે. બાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેંશનિંગ રજિસ્ટ્રાર સાથે વાત કરવી પડશે. જરુરી કેસોમાં વકીલ પોતાના ઘર અથવા ઓફિસથી જ જજો સામે સુનાવણી માટે દલીલ કરી શકશે.
  7. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પાસેના ગાઝિયાબાદમાં ઓનલાઈન ડિલીવરી વાળાઓને સમાનના સપ્લાયની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ મોટી રિટેલ સ્ટોર જેવા કે બિગ બજાર, રિલાયન્સ ફ્રેશ, મોર સહિતના લોકોને પણ છૂટ આપવામાં આવી છે. આ લોકોને અલગથી પાસ બનાવવાની જરુર નથી પરંતુ કંપનીનું આઈડી જ માન્ય ગણાશે.
  8. કોરોના વાયરસના સંભવિત સંક્રમણને જોતા દેશના અલગ-અલગ રાજ્યોમાં બિહારના પ્રવાસી શ્રમિકોને સહયોગ અને સહાયતા પહોંચાડવાના ઉદ્દેશ્યથી બિહાર ભવન, નવી દિલ્હીમાં તાત્કાલિક પ્રભાવથી ત્રણ 24×7 હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. 011-23792009, 011-23014326, 011-23013884 આ નંબરના માધ્યમથી પ્રાપ્ત સૂચનાઓ પર પદાધિકારીઓ દ્વારા તમામ સહયોગ પ્રદાન કરવામાં આવશે.
  9. તો દેશની સૌથી મોટી તેલ કંપની ઈન્ડિયન ઓઈલે લોકોને પેટ્રોલિયમનાન ઉત્પાદનોની આપૂર્તિનો ભરોસો આપ્યો છે. ઈન્ડિયન ઓઈલના ડાયરેક્ટર ગુરમિત સિંહે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, અને એલપીજી સિલિન્ડરની વ્યવસ્થાનો ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની ઘટ નથી.
  10. કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા, ઈસ્લામિક સંસ્થા જમીયત-ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ મુસ્લીમોને નમાજને લઈને અપીલ કરી છે. મૌલાના મદનીએ મુસ્લીમોને કહ્યું કે કાલે જુમ્માના દિવસે મસ્જિદમાં ભેગા થઈને નમાજ ન પઢે. તેમણે કહ્યું કે, મસ્જિદમાં નમાજ પઢવાથી સારુ છે કે ઘરની અંદર જ રહીને નમાજ પઢે.