આત્મનિર્ભર ભારતઃ બે દિવ્યાંગ યુવાઓની હિંમત અને સફળતાની વાત

ગોંડાઃ ઉત્તર પ્રદેશના ગૌંડાના બે દિવ્યાંગ યુવાઓની હિંમત અને સફળતાની ચર્ચા આખા વિસ્તારમાં થઈ રહી છે. તેમણે તેમના જેવા અન્ય સાથીઓ માટે કંઈ કરવાની ખેવનાથી બે મહિના પહેલાં નમકીનની ફેકટરી ખોલી. તેમની જેમ પગથી લાચાર 70 દિવ્યાંગો આજે તેમના પગ પર ઊભા છે. આટલું જ નહીં, આ દિવ્યાંગોની સફળતા એ છે કે લોકડાઉનમાં બેરોજગાર થઈને ઘરે પાછા ફરેલા 31 પ્રવાસી મજૂરોને પણ રોજગાર આપવાનું કામ કર્યું છે.

સ્નેકસનું પેકેજિંગ અને સપ્લાયનું કામ સંપૂર્ણ રીતે આ દિવ્યાંગોની જવાબદારી

દીપક સ્નેક્સ નામના વેપારમાં નમકીન, સ્નેકસનું પેકેજિંગ અને સપ્લાયનું કામ સંપૂર્ણ રીતે આ દિવ્યાંગોની જવાબદારી છે. આત્મબોધ સંસ્થા દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે લાંબા સમયથી પ્રયાસરત દીપકે ભૂતકાળમાં પ્રયાસો દ્વારા ગૌંડા અને વસતિના જે સાથીઓને ટ્રાઇસિકલ અપાવી હતી, આજે એનાથી તેઓ નમકીનની સપ્લાય કરે છે. ઉત્પાદનોની ગુણવત્તા સારી હોવાને કારણે ઝડપથી બજારમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે.

લોકોનો દ્રષ્ટિકોણ  બદલાયો

નારાયણ ટેપરા ગામમાં રહેતા મુકેશ સિંહ બંને પગથી દિવ્યાંગ છે. તેણે જણાવ્યું હતું કે ઘરના સભ્યો તેને બોજ માનતા હતા. બેટરીવાળી ટ્રાઇસિકલ દીપકે જ અપાવી હતી. ત્યાર બાદ નમકીનથી કામ જોડાવાનો પ્રસ્તાવ કર્યો. જ્યારે પહેલા દિવસે સ્નેક્સ વેચીને રૂ. 100ની કમાણી કરીને ઘરે ગયો તો લોકોના વલણમાં બદલાવ આવ્યો હતો. હવે પ્રતિ દિન ઘરવાળા સાંજે તેના ઘરે પાછા ફરવાની રાહ જુએ છે.  દિવ્યાંગ રમેશ ચૌરસિયા પણ આ રીતે પ્રતિ દિન રૂ. 300-400ની કમાણી કરી રહ્યો છે.

દિવ્યાંગો માટે નમકીન ફેક્ટરીનો આઇડિયા આવ્યો

સમાજસેવાથી જોડાયેલા છપિયા બ્લોકના મિરઝાપુર ગામના વતની દીપક તિવારી જણાવે છે કે લોકડાઉનમાં કેટલાક પ્રવાસી મજૂરોને કરિયાણું આપ્યું. ત્યાર બાદ માલૂમ પડ્યું કે કેટલાક એ વેચીને દારૂ પી લીધો. ત્યારે થયું કે આવી મદદ કરવા કરતાં જરૂરિયાતવાળાને નક્કર મદદ કરવી જોઈએ. એપ્રિલમાં રેલવેના પાટા પર ધંધો કરતા ફેરિયાને છૂટ મળી તો દિવ્યાંગો માટે નમકીન ફેક્ટરીનો આઇડિયા આવ્યો અને કામ શરૂ થઈ ગયું. આના માટે અરવિંદ ગુપ્તા જેવા 31 પ્રવાસી મજૂરોને કામ આપવામાં આવ્યું.

પ્રચાર માટે ફેસબુક પેજ

દીપકે દ્વારા કંપનીના નમકીનનો પ્રચાર માટે દીપક સ્નેક્સ લિમિટેડના નામે એક ફેસબુક પેજ બનાવ્યું. આ પેજ માત્ર કંપનીનું બ્રાન્ડિંગ જ નહીં, પણ દિવ્યાંગોને સશક્ત બનાવવાનું કાર્ય પણ કરી રહ્યું છે.