સિંધુ બોર્ડર પર ખેડૂતે ટ્રકનું મેકઓવર કર્યું

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો પાણીથી ભરાયેલાં ટેન્ટ, તાપણાં માટેનાં લાકડાં અને ઢાબળા અને કડકડતી ઠંડીની સ્થિતિ વચ્ચે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી રહ્યા છે, ત્યારે આપણને સ્વાભાવિક સવાલ થાય કે આ આંદોલન માટે ખેડૂતો માલસામાન ઇત્યાદિની વ્યવસ્થા કેવી રીતે કરી રહ્યા હશે? સિંધુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા જલંધરના એક ખેડૂતે રચનાત્મક રીતે એક કન્ટેનરને ટ્રકને સુખસુવિધાસજ્જ હંગામી ઘરમાં તબદિલ કર્યું છે.

હરપ્રીત સિંહ મટ્ટુએ હંગામી ઘરમાં સોફા, બેડ, ટીવી અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટની સાથે એક ટોઇલેટ જેવી પાયાની સુવિધા પણ ઊભી કરી છે. હું અહીં મોટા ભાઈની સાથે બીજી ડિસેમ્બરે આવ્યો હતો, તેણે મને ખેડૂતોની સેવા કરવા કહ્યું હતું. મેં બધાં કામ પડતાં મૂકીને સિંધુ બોર્ડર પર સાત દિવસ સુધી કામ કર્યું. પહેલાં મારા પાંચ ટ્રક આવ્યા. જ્યારે હું મારી હોટેલ પર પરત ફર્યો, ત્યારે મેં દુઃખ અનુભવ્યું. મેં વિચાર્યું કે કેમ ના એક ટ્રકને મેકશિફ્ટ અપાર્ટમેન્ટમાં તબદિલ કરું? એમ મટ્ટુએ કહ્યું હતું.

તેણે ઉમેર્યું કે તેના મિત્રોએ એને ઘર બનાવવામાં મદદ કરી, જેના માટે દોઢ દિવસ લાગ્યો. આટલું જ નહીં, મટ્ટુએ સિંધુ બોર્ડર વિરોધ સ્થળે ગુરુદ્વારા સાહિબ રિવર,ઇડ કેલિફોર્નિયા લંગર શરૂ કર્યું છે, જે પદયાત્રીઓ અને ખેડૂતોને ચા-નાસ્તા અને ભોજનની સુવિધા પૂરી પાડે છે. તેણે કહ્યું હતું કે મારું લંગર સવારથી સાંજ સુધી 24 કલાક ચા, પકોડા, બદામ પણ લોકોને પીરસે છે.