નવી દિલ્હીઃ અમેરિકી સંસદે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપતા સાઉદી અરબ અને અન્ય સહયોગીઓને હથિયાર વેચવા પર રોક લગાવી દીધી છે. આનાથી ટ્રમ્પના વીટો પાવરનો ઉપયોગ કરવાની શક્યતાઓ વધી ગઈ છે. સાઉદીના પત્રકાર જમાલ ખશોગીની ગત વર્ષે સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થયેલી હત્યા બાદથી જ સાસંદ રિયાધથી નારાજ હતાં.
આ વર્ષની શરુઆતમાં ટ્રમ્પ દ્વારા આપાતકાલીન ઉપાયો અંતર્ગત ઘોષિત વિવાદાસ્પદ વેચાણને રોકનારા ત્રણ પ્રસ્તાવોને મંજૂરી પણ આપવામાં આવી હતી. ટીકાકારોનું કહેવું છે કે હથિયારોનું વેચાણ યમનમાં વિનાશકારી યુદ્ધને વેગ આપશે,
જ્યાં સાઉદી અરબ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા સમર્થિત ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે. તો સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આનાથી દુનિયાનું સૌથી મોટું માનવીય સંકટ શરુ થઈ ગયું છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ફોરેન અફેર્સ કમીટિના અધ્યક્ષ એલિયટ અંગેલે સદનમાં કહ્યું કે જ્યારે આપણે જોઈએ છીએ કે યમનમાં શું થઈ રહ્યું છે તો અમેરિકા માટે આના માટે પગલાં ભરવા આવશ્યક છે.