ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય બલૂચિસ્તાન લિબરેશન આર્મીને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે. બીએલએ તે જ સંગઠન છે જે પાકિસ્તાનથી અલગ થઈને પૃથક બલૂચિસ્તાન રાષ્ટ્રની માંગ કરે છે. અમેરિકાના આ નિર્ણયનું પાકિસ્તાને સ્વાગત કર્યું છે અને કહ્યું કે અમેરિકાની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં શાંતીનો માહોલ બનશે.
પાકિસ્તાનમાં બીએલએ પર વર્ષ 2006થી પ્રતિબંધ છે અને તાજેતરના વર્ષોમાં આના પર ઘણા આતંકી હુમલાના આરોપો લાગેલા છે. અમેરિકાની આ કાર્યવાહી બાદ આશાઓ વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાનમાં આતંકી વારદાતોમાં ઘટાડો થશે. અમેરિકા દ્વારા પ્રતિબંધ લાગ્યા બાદ આ સંગઠન સાથે જોડાયેલા લોકો, આના ષડયંત્રકર્તા, ફંડ એકત્ર કરનારા અને આના કાર્યક્રમોના આયોજકો પણ હવે અપરાધી માનવામાં આવશે અને તેમની વિરુદ્ધ મુકદ્દમો ચાલશે.
બીએલએ પર પાકિસ્તાનમાં ઘણા આતંકી હુમલાઓ કરવાનો આરોપ છે. આ જ આતંકી વારદાતોને જોતા અમેરિકાએ આ મોટો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ખૂબ લાંબા સમયથી અમેરિકાને બીએલએને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ કરી રહ્યું હતું.
મંગળવારના રોજ અમેરિકાના રક્ષા વિભાગે એક નિવેદનમાં કહ્યું કે બીએલએ હથિયારબંધ એવું અલગાવવાદી સંગઠન છે કે જેણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. અમેરિકાના નિવેદન અનુસાર હવે બીએલએને સમર્થન આપવું તે હવે ગુનો જાહેર થઈ ગયો છે અને આની સાથે જોડાયેલી સંપત્તિઓ પણ જલ્દી જ જપ્ત કરવામાં આવશે.