એદિસસઅબાબા- ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદે એક આલીશાન ફંડ રેઝર (ભંડોળ ઉંભુ કરનાર) ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું. દેશમાં અનેક ધનકુબેરો આ ડીનર પાર્ટીમાં સામેલ થયાં હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર આ ડીનર પાર્ટીમાં ભાગ લેવા માટે દરેક વ્યક્તિએ અંદાજે 1 કરોડ 21 લાખ રૂપિયા આપ્યાં હતાં. આ ડાનર પાર્ટી દ્વારા એક્ત્ર થયેલા ફંડનો ઉપયોગ ઇથોપિયાની રાજધાની એદિસ અબાબાના સુશોભન માટે કરવામાં આવશે.
રાજધાની અદિસ અબાબાના શુશોભન અને તેમની છવી સુધારવા માટે ત્રણ વર્ષનો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ડીનર પાર્ટી દ્વારા એક્ત્ર થયેલી રકમને આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં પાર્ક, સાઈકલ ટ્રેક, નદીના કિનારે જોગિંગ ટ્રેકસ, વૃક્ષોરોપણ અને રણમાં ખેતી જેવી ચીજોને વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. આ ડીનર પાર્ટીમાં 300 જેટલા બિઝનેસમેનો સામેલ થયાં હતાં.
ગત વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન બન્યાં પછી અબી અહમદને તેમના સુધારાવાદી એજન્ડાને કારણે ઘણી પ્રશંસા મળી રહી છે. ઇથોપિયાની જનસંખ્યા અંદાજે 10 કરોડ છે અને નાઈજીરિયા પછી આફ્રિકા ખંડનો આ બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
આ ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપે આગળ વધતી અર્થવ્યવસ્થા ઇથોપિયાની છે. જો કે,તે વિશ્વના સૌથી ગરીબ દેશોમાં પણ સામેલ છે. વર્લ્ડ બેંક મુજબ અહીં સરેરાશ વાર્ષિક આવક 55 હજાર રૂપિયાની આસપાસ છે.