નવી દિલ્હી- સાઉથ આફ્રિકામાં દિલ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમાં ગેંડાનો શિકાર કરવા આવેલા એક શંકાસ્પદ શિકારીને હાથીએ કચડી નાખ્યો ત્યાર બાદ સિંહોએ આ વ્યક્તિને પોતાનો ખોરાક બનાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર મૃત્યુ પામેલા શિકારીના મિત્રએ તેમના પરિવારને જાણ કરી કે, 2 એપ્રિલે હાથીએ તેને કચડી નાખ્યો હતો, ત્યાર બાદ તેમનું મોત થયું હતું. શિકારીના પરિવારજનો આ અંગેની સૂચના પાર્કના કર્મચારીઓને આપી હતી. ત્યાર બાદ શિકારીના શબની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ બે દિવસ બાદ માત્ર માનવ ખોપડી અને પાયજામાની જોડી હાથ લાગી હતી.
પાર્કના પ્રબંધક કાર્યકર્તાએ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ક્રૂગર નેશનલ પાર્કમાં ગેરકાયદે પ્રવેશવાનો નિર્ણય યોગ્ય નહતો, ગેરકાયદે પ્રવેશવું કેટલુ ઘાતક હોય શકે છે, આ ઘટના એ વાતનું પ્રમાણ છે.
ક્રૂગર નેશનલ પાર્કમાં ગેરકાયદે શિકારની ઘટના અવાર નવાર સામે આવે છે. એશિયાઈ દેશોમાં ગેંડાના શિંગડાની સૌથી વધુ માગ રહે છે.