જાણો માહિરા શર્માએ મહમ્મદ સિરાજ સાથે ડેટની અફવા પર શું કહ્યું

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અને બિગ બોસ 13 ફેમ માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ વચ્ચેના અફેરની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે, આ બંનેએ તેમના સંબંધને જાહેર કરવાનું ટાળ્યું છે.

તાજેતરમાં માહિરા શર્માનું એક ઈન્ટરવ્યૂ સામે આવ્યું છે, જેમાં તેણે આ અફવાઓનો ઇનકાર કર્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, “હું કોઈ પણ ક્રિકેટરને ડેટ કરી રહી નથી અને આવા અફવાઓ પર પ્રતિક્રિયા આપવી ગમતી નથી.” માહિરાએ વધુમાં કહ્યું કે, “ચાહકો ઘણી વાર મને અલગ-અલગ લોકો સાથે જોડે છે, ફોટોઝ અને વીડિયોઝ એડિટ કરે છે, જેને હું કંટ્રોલ કરી શકતી નથી.” માહિરા શર્માની માતા સાનિયા શર્માએ પણ આ અફેરને માત્ર એક અફવા ગણાવી હતી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, “માહિરા એક ફેમસ પર્સનાલિટી છે, એટલે તેનુ નામ અનેક સેલેબ્સ સાથે જોડાતું રહે છે.”

આ અગાઉ બિગ બોસ 13 દરમિયાન માહિરા અને પારસ છાબડાની જોડી ખૂબ ચર્ચામાં રહી હતી. શો બાદ પણ બંનેની મિત્રતા લાંબા સમય સુધી રહી, અને તેમના અફેરની અફવાઓ પણ ઉઠી. જોકે, બે વર્ષ પહેલા બંને અલગ થઈ ગયા. પારસે પણ માહિરા સાથેના સંબંધ પર કેટલીક ઇશારો આપ્યા હતા, પરંતુ અંતે બંનેએ એકબીજાનું સન્માન કરતાં આગળ વધવાનું પસંદ કર્યું.