વોશિંગ્ટનઃ અમેરિકામાં એક વ્યક્તિએ પોતાના એવા ગુનાની કબુલાત કરી કે જે હચમચાવી દેનારો છે. એક વ્યક્તિએ એક ખતરનાક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના ષડયંત્રમાં પોતાની ભૂમિકાની સાથે જ પોતાના અંગત લાભ માટે ભારતથી આશરે 400 વ્યક્તિઓને અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશમાં સહાયતા કરવાના ગુનાનો પર્દાફાશ કર્યો છે.
અમેરિકામાં મૂળ ભારતીય એવા યાદવિંદર સિંહ ભામ્બાએ ગત મહીને પ્યૂર્ટો રિકો જિલ્લા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ સિવિય કૈરેનો કોલ સમક્ષ વિદેશીઓની તસ્કરી અમેરિકામાં કરવાના ષડયંત્રનો એક પોતે પણ એક ભાગ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. આ વ્યક્તિની સજાની જાહેરાત માટે સુનાવણી એપ્રિલ મહિનામાં કરવામાં આવશે.
ભામ્બાએ અરજીમાં સ્વીકાર કર્યો છે કે એપ્રિલ 2013થી ડોમિનિક, ગણરાજ્ય, હૈતી, પ્યૂર્ટો રિકો, ભારત અને અન્યત્રથી સંચાલિત થતા એક માનવ તસ્કરી ષડયંત્રમાં નેતૃત્વની તેની ભૂમિકા હતી.
ન્યાય વિભાગના અપરાધિક ડિવીઝનના આસિસ્ટન્ટ એટોર્ની જનરલ બ્રાયન બેંચ્કોવસ્કીએ જણાવ્યું કે ષડયંત્ર અંતર્ગત ભામ્બાએ આશરે 400 લોકોને 2013થી 2015 વચ્ચે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવા માટે સહાયતા કરી. વિભાગે જણાવ્યું કે વ્યક્તિઓએ ભારતથી અમેરિકા લઈ જવા માટે 30 હજારથી 85 હજાર અમેરિકી ડોલરની ચૂકવણી કરી અને 2013 થી 2016 વચ્ચે માનવ તસ્કરી ભામ્બાની આવકનો પ્રાથમિક સ્ત્રોત હતી.