વોશિંગ્ટનઃ અમેરિકામાં કથિત રીતે ઈમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં આશરે 600 ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર યૂએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઈનફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી છાપેમારી દરમિયાન ભારતીયોની અટકાયત કરવામાં આવી. એટીએ દ્વારા એક ફેસબુક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ, યૂએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સે દેશભરમાં વિદેશી છાત્રો પર એક્શન દરમિયાન મોટી સંખ્યામાં તેલુગુ છાત્રોની અટકાયત કરી છે.
એસોસિએશને જણાવ્યું કે અમેરિકી એજન્સીઓની કાર્યવાહી એ વિદેશી છાત્રોને ટાર્ગેટ કરીને કરવામાં આવી કે જેઓ મંજૂરી વગર દેશમાં રહેતા હતા. તો હોમલેંડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તેણે ખોટી રીતે રહી રહેલા વિદેશી સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરવા માટે ફર્મિંગ્ટન હિલ્સમાં એક ફેક વિશ્વવિદ્યાલય ઉભુ કર્યું હતું.
અમેરિકન તેલુગુ એસોસિએશને કહ્યું કે 2015 થી યૂનિવર્સિટી એક સંઘીય કાયદા પ્રવર્તન એજન્સિના અંડર કવર ઓપરેશનનો ભાગ હતી જેને ઈમિગ્રેશન ફ્રોડમાં સમાવિષ્ટ છાત્રો અને તેમને ભરતી કરનારા લોકોની ઓળખ માટે ડિઝાઈન કરવામાં આવી હતી. આરોપો અનુસાર સ્ટૂડન્ટ્સની ભરતી કરનારા 8 લોકો પર આશરે 600 વિદેશી નાગરિકોને અમેરિકામાં ખોટી રીતે રહેવામાં મદદ કરવાના ષડયંત્રમાં શામીલ હોવાનો આરોપ લાગ્યો છે.
પ્રતીકાત્મક ચિત્ર
એસોસિએશને કહ્યું કે પ્રભાવિત છાત્રો અને તેમના મીત્રો દ્વારા અમેરિકન તેલુગુ એસોસિએશનને આ મામલાની જાણકારી મળી. ત્યારબાદથી એટીએને ગાઈડન્સ અને મદદ માટે ફોન આવી રહ્યા હતા. એટીએના પદાધિકારીઓની ટીમ ઘણા શહેરોમાં પોતાના દ્વારા ઉપાય શોધવામાં લાગી હતી.
30 જાન્યુઆરી 2019ના રોજ સવારથી એટીએની ટીમ અને સ્થાનીય ટીમોએ ઘણા વિશ્વવિદ્યાલયોમાં જઈને ભારતીય છાત્ર સંઘો સાથે મુલાકાત કરી છે. આગળના એક્શન માટે તેઓ સ્ટૂડન્ટ્સ અને પ્રભાવિત પક્ષોને ગાઈડન્સ પ્રાપ્ત કરાવી રહ્યા છે.
એટીએ દ્વારા ઘણા વકીલોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે 600 વિદ્યાર્થીઓ માટે એરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યા છે. ફર્મિંગ્ટન યૂનિવર્સિટી સાથે જોડાયેલા 100 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટ્સને ICE કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
એટીએ દ્વારા ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલા અને અટલાંટામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના ડો. સ્વાતી વિજય કુલકર્ણી સાથે મુલાકાત કરીને તેમને પણ મામલાથી અવગત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજદૂત અને કોન્સ્યુલેટ જનરલ પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે.