ઓમાહ (અમેરિકા)- બર્કશાયર હેથવેના કંપનાના શેર હોલ્ડરની વાર્ષિક બેઠક શનિવારે મળી હતી. ત્યારે સવાલ એ છે કે, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ 88 વર્ષીય વોરન બફેટ દ્વારા ઉભા કરાયેલા સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ હશે?
ગાબેલી એન્ડ કંપનીમાં રિસર્ચ એનાલિસ્ટ મેકરે સાયકેસ કહે છે કે, વોરેન બફેટની જગ્યા કોઈ નહીં લઈ શકે. ઈન્વેસ્ટમેન્ટ ફર્મ કીફેના એમડી મેયેર શીલ્ડ્સ કહે છે કે, બર્કશાયર હેથવે વોરેન બફેટ વગર પણ ચાલી શકે છે. મોટાભાગનો બિજનેસ ઘણો મજબૂત છે, અને ઓનરશિપની ખુબ જ ઓછી અસર થશે. રોકાણકારો કોઈ મોટો ફેરફારની ઉમ્મીદ નથી કરી રહ્યાં, કારણ કે, વોરન બફેટ હાલમાં કંપનીમાં નેતૃત્વ પરિવર્તન માટેના પગલા લઈ રહ્યા છે. જોકે તેમણે પોતાના પ્લાનને સાર્વજનિક નથી કર્યો પણ તેના કારણે કોણ આ કંપની સંભાળશે તેની અટકળો તેજ બની છે.
બેફેટના ઉત્તરાધિકારીઓની રેસમાં આ ચાર વ્યક્તિઓના નામ..
આ માટેની રેસમાં ચાર વ્યક્તિઓના નામ ચાલી રહ્યા છે. જેમાં ભારતીય મૂળના અજિત જૈનનુ પણ નામ છે. જાણકારોના મતે ચાર ઉમેદવારોમાંથી સૌથી પ્રમુખ દાવેદાર ગ્રેગરી એબલ (57) અને અજિત જૈન(67) છે. જેમને ગત વર્ષે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પ્રમોટ કરાયા છે. 57 વર્ષીય એબલે 1992માં કંપનીના એનર્જી ડિવિઝન અને 67 વર્ષીય અજીત જૈને 1986માં કંપનીના ઈન્સ્યોરન્સ ડિવિઝનથી શરુઆત કરી હતી.
આ સિવાય રેસમાં 48 વર્ષીય ટોડ કોમ્બસ અને 56 વર્ષીય ડેટ વેચલર પણ સામેલ છે. જેઓ ગ્રૂપના ઈન્વેસ્ટમેન્ટ પર નજર રાખે છે. એક શક્યતા એવી છે જે કોઈ અણધાર્યુ નામ પણ જાહેર થઈ શકે છે. જેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ પણ છે. જેમાં 35 વર્ષની બ્રિટ કુલ પણ છે. હાવર્ડ ગ્રેજ્યુએટ બ્રિટ છેલ્લા 10 વર્ષથી બફેટના હાથ નીચે કામ કરી રહી છે.
વોરન બફેટે ક્યારેય પોતાના ત્રણ બાળકોમાંથી કોઈને પણ ઉત્તરાધિકારી બનાવવામાં રસ દર્શાવ્યો નથી. તેમના ત્રણ બાળકોમાં સુસાન,હોવર્ડ અને પીટર છે. આમાંથી માત્ર હોવર્ડ જ બર્કશાયર હેથવેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્ય છે.