વોશિંગ્ટનઃ ઈથોપિયામાં થયેલી વિમાન દુર્ઘટના બાદ બોઈંગના 737 Max પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશોએ બોઈંગ 737 Max વિમાનના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. પરંતુ અમેરિકાએ હજી સુધી આના પર રોક નથી લગાવી. ત્યારે આને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકાઓ પણ કરવામાં આવી રહી છે. અમેરિકી બોઈંગ કંપની હવે એ વાત પર અડગ છે કે તેનું આ વિમાન પૂર્ણ રીતે સુરક્ષીત છે.
ઉલ્લેખનીય છે કે ઈથોપિયા એરલાઈન્સની ફ્લાઈટ ઈટી 302 આદિસ અબાબાના દક્ષીણ-પૂર્વમાં બિશોફ્ટૂ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 157 લોકો માર્યા ગયા હતા. આ એક બોઈંગ 737 Max વિમાન હતું. આશરે 5 માસ પહેલા ઈન્ડોનેશિયામાં પણ એક 737 MAX વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં 189 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ બોઈંગ 737 MAX પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારત સહિત સ્વિટ્ઝર્લેન્ડ, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, સાઉથ આફ્રીકા, અને કુવૈતે આ વિમાનના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. ભારતમાં DGCA એ બોઈંગ 737 MAX વિમાનોને તાત્કાલીક ઉડાનોમાંથી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
યૂરોપીય યૂનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ બોઈંગ 737-8 અને 737-9 ની તમામ ઉડાનોને રદ્દ કરી દીધી છે. પરંતુ અમેરિકી એવિએશન રેગ્યુલેટરે કહ્યું કે આ વિમાનોને નહી હટાવીએ, કારણકે તેમણે જે તપાસ કરી તેમા વિમાનના પ્રદર્શનનો કોઈ મામલો સામે આવ્યો નથી. બોઈંગે પણ કહ્યું કે તેને પોતાના વિમાન પર પૂર્ણ ભરોસો છે.
તો ભારતની વાત કરવામાં આવે તો, ભારતમાં આ બેનની સૌથી વધારે અસર સ્પાઈસ જેટ પર થશે, જેની પાસે 12 જેટલા આ વિમાનો છે. આનાથી હવાઈ યાત્રાનું ભાડુ વધવાની શક્યતાઓ છે. આ પહેલા બોઈંગનું જૂનું 737 વિમાન આ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત વિમાનો પૈકી એક માનવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2017માં બોઈંગે નવું મેક્સ 8 વિમાન લોન્ચ કર્યું જેને ઈંધણના હિસાબથી અત્યારસુધીનું સૌથી કિફાયતી વિમાન માનવામાં આવે છે. અત્યારસુધી કંપનીએ આવા 350 જેટલા વિમાનોને વેચ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથે કંપનીને નજીકના સંબંધો છે. એટલા માટે તે અમેરિકામાં બોઈંગ 737 MAX વિમાનના ઉપયોગ પર રોક નથી લગાવી રહ્યા.
પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે પણ એક સમયે આ એરલાઈન્સના માલિક રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે 1989 થી 1992 સુધી ટ્રમ્પ શટલના નામથી એવિએશન કંપની ચલાવી હતી. તેમની પાસે પોતાનું પર્સનલ જેટ વિમાન પણ હતું. અમેરિકી અધિકારીઓએ વારંવાર એ કહ્યું કે બોઈંગ 737 MAX વિમાનને હટાવવામાં નહી આવે.પાંચ સીનેટરના એક ગ્રુપ અને ઘણા અમેરિકી અધિકારીઓએ આ સવાલ ઉઠાવ્યો છે કે આખરે અમેરિકી એવિએશન એજન્સી બાકીના દેશોની જેમ શાં માટે પગલા ઉઠાવી રહી નથી.
કેટલાક લોકોએ કહ્યું કે બોઈંગ અને ટ્રમ્પ પ્રશાસન વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત છે. ટ્રમ્પ બોઈંગ વિમાનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે બોઈંગના વિમાનોમાં યાત્રા કરવા દરમિયાન જ અમેરિકા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. અમેરિકાના એક કાર્યવાહક રક્ષા પ્રધાન પેટ્રિક શનાહન પેન્ટાગનમાં આવતા પહેલા 31 વર્ષ પહેલા બોઈંગ માટે કામ કરી ચૂક્યા છે. બોઈંગે નિક્કી હેલીને પણ પોતાની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં શામિલ થવાના કારણે નામિત કર્યા હતા જે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત રહી ચૂકી છે. બોઈંગ ચીનમાં અમેરિકાનો સૌથી મોટું નિર્યાતક પણ છે.