કોહિસ્તાનઃ અફઘાનિસ્તાનમાં એક સોનાની ખાણ ધસી પડી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘટનામાં 30 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બદખ્શાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં ઘટી છે. કોહિસ્તાનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મહોમ્મદ રુસ્તમ રોગી અનુસાર, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર ગ્રામીણોએ સોનું કાઢવા માટે નદીના તળમાં 20 ફૂટ ઉંડો ખાડો કર્યો હતો જે અચાનક ધસી ગયો હતો. આને લઈને લોકો ત્યાં ફસાઈ ગયા હતા. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ત્યાં શું એવું તો થયું હતું જેના કારણે આ ઘટના ઘટી. પ્રાંત પ્રવક્તા નિક મો. નાઝરી અનુસાર ખીણમાં જનારા લોકો આ કામમાં કોઈ અનુભવ ધરાવતા નહોતા. ગામના લોકો આ કામમાં વર્ષોથી લાગેલા છે જ્યારે સરકારનો તેના પર કોઈ કાબૂ નથી.
બકોલ નાઝરીએ જણાવ્યું કે અમે તે વિસ્તારમાં એક રાહત-બચાવ કાર્યની ટીમને મોકલી છે, પરંતુ તેના પહેલા ગામ લોકોએ ઘટના સ્થળથી શબને હટાવવાનું શરુ કરી દીધું હતું. આપને જણાવી દઈએ કે બદખ્શાં મુખ્ય શહેરથી ખૂબ દુરનો અને દુર્ગમ વિસ્તાર છે જે પર્વતોથી ઘેરાયેલો છે. દેશના ઉત્તર પૂર્વી ક્ષેત્રમાં આવેલા આ વિસ્તારથી તજીકિસ્તાન, ચીન અને પાકિસ્તાનની સરહદો મળે છે. ખીણ ધસી પડવાની વાત અહીંયા સામાન્ય છે. શિયાળાની ઋતુમાં ખીણ ધસી પડવાના અને ભૂ-સ્ખલનના બનાવો અહીંયા સામાન્ય રીતે બનતા જ હોય છે.