કોરિયામાં પાંચ કંપનીએ 23,000 ખામીયુક્ત કાર પાછી મગાવી

સોલઃ દક્ષિણ કોરિયામાં પોર્શ કોરિયા, હોન્ડા કોરિયા અન્ય ત્રણ ઓટોમોબાઈલ કંપનીઓએ ખામીયુક્ત ભાગોને બદલી આપવા માટે 23,000થી વધારે મોટરકાર ગ્રાહકો પાસેથી સ્વૈચ્છિક રીતે પાછી મગાવી છે.

આ પાંચ કંપનીમાં મર્સિડીઝ-બેન્ઝ કોરિયા, ફોર્ડ કોરિયા અને બાઈક કોરિયા કંપનીઓનો પણ સમાવેશ થાય છે. તેમણે જુદા જુદા 11 મોડેલ્સની 23,000થી વધારે કાર પાછી મગાવી છે. અમુક કારના ડેશબોર્ડમાં સોફ્ટવેરની સમસ્યા છે, તો હોન્ડાની એકોર્ડમાં સેફ્ટી બેલ્ટ ખામીવાળા છે. મર્સિડીઝ-બેન્ઝ એએમજી જી-63 એસયૂવીમાં ફ્રન્ટ બ્રેક સિસ્ટમ ખામીવાળી છે.