ઉમિયા મંદિરનો શિલાન્યાસ સમારોહ: 11 હજાર મહિલાઓ દ્વારા જ્વારા યાત્રા 

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં પ્રથમ દિવસે જ એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાયો છે. આજે શુક્રવારના રોજ બપોરે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11,111 બહેનોની જ્વારા યાત્રા નીકળી હતી. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવેલી 20 હજારથી વધુ બહેનોએ ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11,111 બહેનોએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ AMTS બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પહોંચી હતી. જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ જવારા યાત્રા સાથે જ વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ નિકળી હતી.

વર્લ્ડ રેકોર્ડ કરનાર જવારા યાત્રાની વિશેષતાઓઃ

  • વિશ્વ ઉમિયાધામ ખાતે 11,111 હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
  • સમગ્ર અમદાવાદમાંથી ૨૦ હજારથી વધુ બહેનો આ વિશાળ જવારા યાત્રા પધારી હતી
  • અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનોએ ભાગ લીધો
  • 20 હજાર બહેનો  AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયા ધામ પહોંચી
  • વિશ્વ ઉમિયાધામની વિશાળ જવારા યાત્રા 1.5 કિમી લાંબી હતી
  • વિશ્વઉમિયાધામની વિશાળ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમે કર્યું
  • સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કરી

 

જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. જગત જનની મા ઉમિયાએ ધાર્યા કરતાં વધુ ક્રુપા કરીને અમે ૧૧,૧૧૧ બહેનો આશા રાખી હતી તેના બદલે ૨૦ હજાર બહેનો અમારી સાથે જોડાઈ.

જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બને એ પહેલા વિશ્વ ઉમિયાધામ સંકુલને જીવંત રાખવા મા ઉમિયાના ચલ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. જેમાં મા ઉમિયા સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરાઈ.

આવતીકાલે 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી અને શ્રી શ્રી રવિશંકર દ્વારા આશીર્વચન આપવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સાંજે 4 વાગ્યે ઉદઘાટન કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]