અમદાવાદમાં કેટલાક રોમિયો ફૂલ સ્પીડે કાર ચલાવીને સ્ટન્ટ કરતાં હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં હોય છે, ત્યારે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારીને ભાગી ગયો હતો. સમગ્ર મામલે બોડકદેવ પોલીસ યુવકની ધરકડ કરી લેવામાં આવી.
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક બ્લેક કાર રોકવાતા રોકાયા વગર પૂર સ્પીડમ ગાડી હંકારીને ભાગી ગયેલ ઈસમની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી બોડકદેવ પોલીસ સ્ટેશન અમદાવાદ@sanghaviharsh @GujaratPolice #AhmedabadPolice pic.twitter.com/VEPyjkxO4D
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 22, 2024
અમદાવાદના સિંધુભવન રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કાર ચાલકને પોલીસે કાર રોકવા કહ્યું હતું, પરંતુ કાર ચાલક ફૂલ સ્પીડને કાર હંકાવીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટના મામલે બોડકદેવ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર હંકાવીને ભાગી ગયેલા યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, પોલીસ ચેકિંગ દરમિયાન યુવક કાર લઈને ભાગી ગયો હતો. જ્યારે ધરપકડ કર્યાં બાદ યુવકે પોલીસની હાજરીમાં માફી માગી હતી.