ગુજરાતમાં ગ્રાન્ડ ફિનાલેની સાથે જોશ ‘વર્લ્ડ ફેમસ’ની બીજી આવૃતિનું સમાપન

અમદાવાદઃ જોશ, ભારતની સૌથી ઝડપથી આગળ વધતી અને સૌથી વધુ સંકળાયેલ વિડીયો એપ દ્વારા તેની આઈપી ‘વર્લ્ડ ફેમસ – એક મેગા ટેલેન્ટ હન્ટ’નું સમાપન ભવ્યતાથી ગુજરાતમાં થયું હતું. 20 દિવસ લાંબી મલ્ટીસિટી ટેલેન્ટ હન્ટની રજૂઆત રાજ્યમાં આ મહિનાની શરૂઆતમાં થઈ હતી, જેનું ગ્રાન્ડ ફિનાલે શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. જેમાં લગભગ 400 નવા ક્રિએટર્સની શોધ કરાઈ હતી. તેમના પરિવાર, મિત્રો તથા સેલિબ્રિટી મેન્ટર એક્ટર સોનુ સુદ અને જાણીતા વીજે રણવિજય સિંઘ દ્વારા વિજેતાઓ માટે ઉત્સાહ વર્ષાવવામાં આવ્યો હતો, આ વિજેતાઓને જોશના નવા ચહેરા તરીકે બિરદાવવામાં આવ્યા હતાં.

ટેલેન્ટ હન્ટિંગના ત્રણ વ્યાપક રાઉન્ડ બાદ આ કેમ્પેઇનનો અંત આવ્યો છે, જ્યાં બરોડા, સુરત અને અમદાવાદ ખાતેની સેમી ફાઈનલ બાદ વિજેતાઓ ગ્રાન્ડ ફિનાલેમાં સાથે આવ્યા હતાં અને આખરી ઈનામ માટે જબરદસ્ત મહેનત કરી હતી. સેમી ફાઈનલમાં જોવા મળેલી પ્રતિભાઓનું વધુ સારું પરિવર્તન ગ્રાન્ડફિનાલેમાં જોવા મળ્યું હતું જ્યાં ફાઈનલિસ્ટોએ ડાન્સ, સંગીત, કોમેડી, સ્ટંટ પર્ફોર્મન્સ અને એક્ટિંગ સહિતના વિવિધ ફિલ્ડમાં તેમનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું હતું. ટોચના 15 પર્ફોર્મર્સને જોશ ઓલ સ્ટાર્સમાં સામેલ કરવામાં આવશે- જે ભારતની પ્રથમ અને સૌથી મોટી ફોર્મલ ક્રિએટર તાલીમ એકેડમી છે.

દરેક પ્રતિસ્પર્ધીઓને અભિનંદન આપતા સેહેર બેદી, હેડ ઓફ જોશ સ્ટુડિયોસ કહે છે, “સમગ્ર મહિનો સતત અફડાતફડીનો રહ્યો, પણ મહેનતના ફળ મીઠા હોય છે. લખનૌએ એક બેન્ચમાર્ક બનાવ્યું હતું અને ગુજરાતે તેને આગળ વધાર્યું છે. ગુજરાતમાં જોશની ‘વર્લ્ડ ફેમસ’ આવૃતિની પૂર્ણાહૂતી થઈ છે, ત્યારે અમે અત્યંત ખુશી અને સફળતાનો અનુભવ કરીએ છીએ. આજે અહીં આવેલા બધા જ પ્રતિસ્પર્ધીઓમાં પ્રતિભા, જુસ્સો અને ક્રિએટિવિટી હતી અને અમને ખૂબ જ ગર્વ છે કે, અમે સમગ્ર વિશ્વની સામે તેમની પ્રતિભાને દર્શાવવા માટે પ્લેટફોર્મ આપી શક્યા છીએ. જોશને એક પ્લેટફોર્મ તરીકે રજૂ કરતી વખતે અમે આ જ બાબતને ધ્યાને રાખી હતી કે, અમે તેમની પ્રતિભાને તથા ક્રિએટિવિટીને એ રીતે રજૂ કરીશું કે, તેમને માન્યતા મળે. આ પ્રતિબદ્ધતાથી અમે ક્યારેય ભટકીશું નહીં.”

ગ્રાન્ડ ફિનાલેમાં ફાઈનાલિસ્ટ્સની વિવિધતા અને ઉત્સાહનું પ્રતિબિંબ જોવા મળતું હતું, કન્વેન્શન સેન્ટર ખાતે, કેટલાક અદ્દભુત પરફોર્મન્સ, કલરફૂલ પોપ-અપ્સ, રસપ્રદ ક્રિએટિવ કોર્નર્સ, સેલ્ફી બૂથ્સ તથા પ્રોપ્સ સેટઅપની સાથે સાંજનો જાદુ કંઈક અલગ જ હતો. સેલિબ્રિટી મેન્ટર સોનુ સુદ અને રણવિજય સિંઘ પણ ભારતના શોર્ટ વીડિયો ઇકોસિસ્ટમમાં માટે તૈયાર કરતા કન્ટેન્ટ ક્રિએશનને કઈ રીતે તૈયાર કરવું તે સમજાવતા હતા.

ફાઈનલિસ્ટ્સને પ્રોત્સાહિત કરતા, સેલિબ્રિટી મેન્ટર સોનુ સૂદ કહે છે, “અહીં હાજર બધા જ સ્પર્ધકોમાં કંઇક અલગ જ પ્રતિભા છે. આજના યુવાનો જે ગમે છે, તેને દર્શાવવા માટે આટલા જુસ્સાથી સામેલ થયા છે, તે જોઈને મને ખૂબ જ ખુશી થાય છે. જોશ જેવા પ્લેટફોર્મની સાથે તેમને સપોર્ટ કરવાની સાથે હું આશા રાખું છું કે, તેઓ ક્યારેય તેમના જુસ્સાને અનુસરતા અટકશે નહીં. આપણા દેશના ઉભરતા સિતારાઓને સપોર્ટ કરવા માટે હું જોશને પણ બિરદાવું છું, કે તેમને બધાને તેમની ક્રિએટિવિટી બતાવવા માટે આટલું અદ્દભુત પ્લેટફોર્મ અને તક આપી. ટીમ જોશને પણ અભિનંદન, તેમને આ ઇવેન્ટને અભૂતપૂર્વ સફળતા આપી છે અને બધા સ્પર્ધકોને તેમના પ્રવાસ માટે તથા સપના સાચા કરવાના રસ્તે આગળ વધવા માટે શુભેચ્છા.”

ઇવેન્ટ વિશે જણાવતા, સેલિબ્રિટી મેન્ટર રણવિજય સિંઘ કહે છે, “મને અહીં હાજર રહેલા ફાઈનલિસ્ટ્સની અદ્દભુત અને ક્રિએટિવિટી જોવાની તક મળી તેના માટે હું ખૂબ જ ખુશ છું. દરેકે દરેક આજે તેમનું શ્રેષ્ઠ અને સુંદર પરફોર્મન્સ આપ્યું છે. તેઓ ખૂબ જ પ્રતિભાશાળી, જુસ્સાદાર છે, તથા તેમની ક્રિએટિવિટી એકદમ અલગ છે, જે તેમને દેશના ભવિષ્યના સિતારા બનાવવા માટે લાયક બનાવે છે. હું જોશનો આભારી છું કે તેમને મને આજે અહીં બોલાવ્યો અને મને આ નાનકડા પ્રવાસમાં એક નાનકડો ભાગ ભજવવાનો મોકો આપ્યો. દેશના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે પ્લેટફોર્મ પુરું પાડવાનું જોશનું વિઝન અને મિશન ખરેખર વખાણવા જેવું છે. હું આ ઇવેન્ટની સફળતા માટે તેમને અભિનંદન આપીશ અને ભારતના આગામી સિતારાઓની લહેરને શોધવા માટે તેના પ્રયત્ન બદલ તેમને શુભેચ્છા પાઠવું છું.”