તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકો પોતાના માદરે વતન પરત જવા માટે પડા પડી કરતા હોય છે. ત્યારે ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાને રાખી 6 હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રોનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.
સ્પેશયલ ટ્રેનનું ટાઈમ ટેબલ
पश्चिम रेलवे चलायेगी अहमदाबाद-दानापुर और साबरमती-सीतामढ़ी के बीच दिवाली स्पेशल ट्रेन।
ट्रेन संख्या 09457 और 09421 की बुकिंग 29 सितंबर, 2024 से यात्री आरक्षण केन्द्रों और आईआरसीटीसी की वेबसाइट पर शुरू होगी।@RailMinIndia @WesternRly pic.twitter.com/iTnsY5zk7T
— DRM Ahmedabad (@drmadiwr) September 27, 2024
અમદાવાદ-દાનાપુર 09457 સ્પેશિયલ ટ્રેન આગામી 6 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી 8:25 વાગ્યે ઉપડશે અને 25 તારીખે બપોરે 3 વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે. જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ 09458 સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે 7 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર સોમવારે સાંજના 6:10 વાગ્યે ઉપડશે અને અમદાવાદમાં ત્રીજા દિવસે બપોરના 3 વાગ્યે પહોંચાડશે. આ ઉપરાંત 5 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડનારી સાબરમતી-સીતામઢી 09421 સ્પેશિયલ ટ્રેન દર શનિવારે 7:45 વાગ્યાથી સાબરમતીથી ઉપડશે અને ત્રીજા દિવસે સીતામઢી ખાતે 8:30 વાગ્યે પહોંચાડશે. જ્યારે સીતામઢીથી રીટર્ન આવવા માટે સીતામઢી-સાબરમતી 09422 સ્પેશિયલ ટ્રેન 7 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી શરુ રહેશે. આ ટ્રેન સીતામઢીથી દર સોમવારે સાંજના 4 વાગ્યે ઉપડશે અને સાબરમતી ખાતે ત્રીજા દિવસે સવારના 6 વાગ્યે પહોંચાડશે. અમદાવાદ-દાનાપુર ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બિયાઓરા રાજગઢ, રુથિયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, સોની, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશને ઉભી રહેશે. સાબરમતી-સીતામઢી ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી, ખલીલાબાદ, ગોરખપુર, સિસ્વા બજાર, નરકટિયાગંજ અને રક્સૌલ સ્ટેશને ઉભી રહેશે. રેવલે વિભાગે તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવાના નિર્ણય કર્યો છે, ત્યારે આ ટ્રેનોનું બુકિંગ 29 સપ્ટેમબરથી શરૂ થશે. જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને એસી કોચ છે. ટ્રેનની જરૂરી માહિતી રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પરથી મેળવી શકાશે.