ગુજરાતમાં વધી રહ્યો છે કોરોનાના દર્દીઓનો આંકડો

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના 5 લોકોને ક્વોરન્ટીન કર્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. હાલ આરોગ્ય વિભાગના સચિવે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે કોરોના પોઝિટિવના 73 દર્દીઓ નોંધાયા છે, એટલે કે ગઈકાલની સ્થિતિએ આજે રાજ્યમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી બે દર્દી વેન્ટિલેટર પર, પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.

જો કે આ બધાની વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર એ પણ છે કે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છે કે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે.

કોરોના વાયરસ વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળ્યા છે, જેનાથી એક એવો અંદાજ રાખી શકાય કે યોગ્ય સારવાર અને તકેદારી કોરોના વાયરસના દર્દીઓને સાજા કરી શકે છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા 5 પૈકી 3 લોકો 60 વર્ષથી વધુ વયના હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે એવું કહી શકાય કે રાજ્યમાં યુવાનોની સાથે વૃદ્ધ પણ કોરોના મુક્ત થયા છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 18078 લોકો હાલ હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 6.15 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે કોરોના પોઝિટીવ કેસો નોંધાયો છે તેમાં 32 વિદેશ, 4 આંતરરાજ્ય, 37 લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે, અને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને જોતા વધુ 10 લાખ ત્રિપલ લેયર માસ્કનો સ્ટોક હોવાનું જણાવાયું છે.

જયંતિ રવિએ જણાવ્યું છેકે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બન્ને કેસ અમદાવાદના છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 73 થઇ છે. જ્યારે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. તેમાંથી 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી છે. 741 લોકોનો સરકારી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લાઓને પણ કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]