વર્ષ 2024નો આજે છેલ્લો દિવસ છે અને આજે 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના આગમનની ઉજવણી થવાની છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત નવ હજાર જેટલો સ્ટાફ મંગળવારે સાંજથી બંદોબસ્તમાં ગોઠવાશે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-CG રોડ પર વાહનોની અવર જવર પ્રતિબંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં વાહનો પર લગાવાયો છે પ્રતિબંધ
સિંધુભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ 31મી ડિસેમ્બરના સાંજના 8 વાગ્યાથી 1લી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી સર્વિસ રોડ પર 31મીએ 7 વાગ્યાથી 1લીના રાતના 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પર પણ આ સમય દરમિયાન પ્રતિંબધ રહેશે. સીજી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી 31મી ડિસેમ્બરે સાંજના 6 વાગ્યાથી પહેલી જાન્યુઆરી 2025ના રાત્રીના 3 વાગ્યા સુધી આ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે.
View this post on Instagram
View this post on Instagram
સિધુંભવન રોડના વૈકલ્પિક રૂટ તરીકે વાહનો જે માર્ગનો ઉપયોગ કરી શકશે તે છે. ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્મેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદીર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન તરફ વાહનો અવરજવર કરી શકશે. ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર જવર કરી શક્શે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાથી સમગ્ર શહેરમાં સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી મધ્યમ અને ભારે માલવાહક વાહનો તથા પેસેન્જર વાહનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અવર જવર કરી શક્શે નહીં. જે પૈકી પેસેન્જર વાહનો સિવાયના તમામ વાહનો એસજી હાઈવે પર 31મીની રાત્રે 8થી 1ની રાત્રીના 3 વાગ્યા સુધી અવર જવર કરી શક્શે નહીં. જ્યારે CG રોડ માટે વૈકલ્પિક રૂટ તરીકે વાહનો સમથેશ્વર મહાદેવ બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખી સીજી રોડને ક્રોસ કરી શકાશે. જો કે, સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ ઉપરાંત મીઠાખડી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ડ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બંને તરફ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરવાનો રહેશે. જોકે સીજી રોડ પર વાહન હંકારી શકાશે નહીં અને 8 વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. આ ઉપરાંત સીજી રોડ પર આવેલા કાયદેસરની બંને બાજુમાં જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યાં પણ પાર્કિંગ વ્યવસ્થા સાંજે 8 વાગ્યા પછી બંધ રહેશે. અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે.