GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ સમાચાર, પ્રાથમિક કસોટીની તારીખો જાહેર

GPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા કુલ 11 ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ 11 પરીક્ષાઓ કુલ 2800 જગ્યા માટે લેવાશે. સમગ્ર મામલે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમા વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 3ની પરીક્ષા અલગ રીતે યોજાશે. સમગ્ર મામલે પ્રક્રિયા ઝડપી થાય તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે GPSCની મહત્વની ગણાતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે. આ સિવાય સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં લેવાશે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે GPSC દ્વારા 9 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 GMC, મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC, મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ), નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ), સાયન્ટિફિક ઑફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 GMC, અધિક મદદનીશ ઇજનેર ( સિવિલ), વર્ગ-3 GMC, અધિક મદદનીશ ઇજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMCની પરીક્ષા યોજાવાની છે.