શાંતિ બિઝનેસ સ્કૂલમાં ફ્રેશર્સ પાર્ટી ”શહેર -24” યોજાઈ

શાંતિ બિઝનેસ સ્કૂલમાં 2024-26ની નવી બેચના વિદ્યાર્થીઓને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટી ”શહેર -24”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ ફ્રેશર્સ પાર્ટીમાં સિનયર વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમના જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું . આ ઇવેન્ટમાં આકર્ષક સ્ટેજ અને ડીજેના તાલ સાથે  સંગીત, નૃત્ય અને મિત્રતાથી ભરપૂર જીવંત વાતાવરણનું સર્જન થયું હતું.

 

આ ઈવેન્ટને અંતે મિસ્ટર અને મિસ. ફ્રેશરના ખિતાબ  પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી અભિનવ ચૌધરી અને આરાધિતા શર્મા અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી વિવેક ભારતી ગોસ્વામી અને સના છાબરાને આપવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ઇવેન્ટનું આયોજન એસબીએસના સિનયર વિદ્યાર્થીઓ અને કાઉન્સિલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.