અમદાવાદ: દેશ પ્રધાનમંત્રી ગુજરાતની મુકલાપ પર છે. આજે 16 સપ્ટેમ્બરે PM મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી PMએ ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમજ બાળકો સાથે મોદીએ વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે આ PM ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યવાસીઓને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. આ ઉપરાંત PM સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યૂએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રી @narendramodi અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેંશનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યા પછી મેટ્રોમાં મુસાફરી કરી pic.twitter.com/Ec5Ow4P4Cq
— DD News Gujarati (@DDNewsGujarati) September 16, 2024
જ્યારે PM સંબોધન આપ્યું હતું તેમણે કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. એને વર્ષે 25,000ની બચત થશે અને વીજબિલની બચત અને કમાણી મળીને 25000નો ફાયદો થાય છે. જો આ પૈસાને PPFમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ બાદ 10-12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીમાં આ પૈસાથી મોટો લાભ થશે.
રિન્યૂએબલ એનર્જીના ઉદ્ધાટન સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. પ્રધાનમંત્રીએ પ્રદર્શન નિહાળી ચરખો ચલાવ્યો હતો. ત્યાર બાદ PM મોદીએ અહીં સંબોધન કર્યું હતું. ત્યાથી તેમણે જણાવ્યું હતુ કે 2030 સુધી 500 ગીગા વોટ એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવા ઘણા મુદ્દા પર એકસાથે કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધી પીએમ સૂર્યોદય મફત વીજળી યોજના હેઠળ 13 મિલિયન લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. દુનિયાને પણ લાગે છે કે, ભારત 21મી સદીની ફિન્ટેક ફેસ્ટ છે. ભારતની ડાઈવર્સિટી, કેપેસિટી, પોટેન્શિયલ, પર્ફોમન્સ યુનિક છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન. છેલ્લા 100 દિવસમાં 15થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે, વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ. જેમાં 700 કરોડથી વધારે રકમનો ખર્ચ કરશે.