અમદાવાદમાં ગોતા નજીક ખાનગી સ્કૂલ બસમાં ભીષણ આગ

અમદાવાદ: શહેરના ભીડભાડ વારા વિસ્તારમાં એક સ્કૂલ બસમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસ.જી. હાઇવે પર ગોતા નજીક એક ખાનગી સ્કૂલ બસને આગ લાગતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સમયસૂચકતા દાખવી તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી સદનસીદે કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેડવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.  સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતાં બાળકોની વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાસ્થળે વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે તપાસ ચાલુ છે.