સુરત: કામરેજ ઉપર ચોર્યાસી ટોલનાકા પાસે LCBની ટીમે નાકાબંધી કરી હતી. નાકાબંધી સમયે વર્ના ગાડી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યુ કે કાર સવાર ચારે શખ્સ લોરેન્સ બિસ્નોઈ, રોહિત ગોદરાની ગેંગના મેમર છે. સુરત LCB એ તાત્કાલીકના ધોરણે કાર્યવાહી હાથી ચારે શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ તેમને રાજસ્થાન પોલીસને સોંપી દેવામાં આવ્ય હતા. પકડાયેલા શખસોએ રાજસ્થાનના કુચામન સીટીમાં વેપારીઓ પાસેથી બે કરોડની ખંડણી માંગવાના ગુનામાં રેકી કરી હોવાની શંકા આધારે ઝડપી લીધા હતાં.
સુરત જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાન પોલીસે આપેલી બાતમી આધારે ચોર્યાસી ટોલનાકા ઉપર નાકાબંધી કરી હતી. તે સમયે વર્ના ગાડી આવતા પોલીસે અટકાવી તેમાં બેઠેલા 58 વર્ષીય હાકમ અલી ખાન, 39 વર્ષીય સરફરાઝ ખાન ઉર્ફે વિક્કી, 30 વર્ષીય સોયબ ખાન અને 30 વર્ષીય ઈરફાન ખાન પઠાણને પકડી એલસીબી ચોકી ઉપર લઈ જઈ સઘન પૂછપરછ કરી હતી. આ દરમિયાન રાજસ્થાનના ડીડવાના જિલ્લાના કુચામન શહેરમાં કુખ્યાત લોરેન્સ બિસ્નોઇ/ રોહિત ગોદરા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદરા અને વિરેન્દ્ર સિંહ ચારણ માફરત અલગ-અલગ વેપારીઓને અલગ-અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કૉલ અને વોટ્સએપ વોઇસ મેસેજ મોકલી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. તપાસ દરમિયાન કુચામન શહેરમાં રહેતાં સફીક ખાન, હાકમ અલી ખાન અને સરફરાઝ વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓની માહિતી લોરેન્સ બિશ્નોઇ રોહિત ગોદરા ગેંગને પૂરી પાડી મદદ કરતા હોવાનું બહાર આવ્યું હતું. સફીક ખાન અને સરફરાઝ ખાન વર્ના ગાડીમાં કુચામનથી મુંબઈ તરફ ભાગેલા હોવાની હકીકત સુરત જિલ્લા એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે ચારેયને પકડી રાજસ્થાનના કુચામન સીટી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
