સુરતમાં બેવડી ઋતુથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

સુરતમાં બેવડી ઋતુની અસરથી સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા સપ્તાહમાં 24 હજાર OPD નોંધાઈ છે. તેમજ દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા છે.

અત્યારે ગુજરાતમાં બેવડિ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દિવાળીના સમયમાં સુરત શહેરમાં બિમારીનો ભડકો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલ રોજની 1500થી વધુની ઓપીડી સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ રહી છે. ઇમરજન્સી કેસમાં પૂરતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો છે. વરસાદના વિરામ બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થતો જોવા મળતો હોય છે.  ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 600 કેસ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા સપ્તાહની વાત થાય તો, 24 હજાર OPD કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા છે.