દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ તથા ચીફ કમિશનર દિવ્યાંગજનની કચેરી, ન્યુ દિલ્હી તેમજ કમિશનર દિવ્યાંગ વ્યક્તિઓ માટેના ગુજરાત રાજ્યની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદના સહયોગથી આજે સમાવેશી ભારત કી ઓર દિવ્યાંગજન યાત્રાનું આયોજન અંધજન મંડળ દ્વારા વસ્ત્રાપુર,અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતું.
અરૂણ સોલંકી ,દિવ્યાંગ વ્યક્તિઓ માટેના નાયબ કમિશનર સાહેબ, ગુજરાત રાજય,ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, એસ.વી રાઠોડ દ્વારા લીલી ઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, અમદાવાદનાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દિવ્યાંગજન યાત્રા અમદાવાદના વિવિધ સરકારી ઇમારતો તથા પ્રાઇવેટ ઇમારતો ની મુલાકાત લઇ દિવ્યાંગજનો માટે એક્સેબલ સુવિધાઓની વિગતો “Yes to Access” એક્સેસ એપ પર અપલોડ કરવામાં આવી.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)