સુરતમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

સુરત: ગુજરાત સહિત સુરતમાં તહેવારોની ધૂમ શરૂ થઈ ચૂકી છે. ત્યારે લોકો નવરાત્રી સાથે દિવાળીને ખરીદારી કરવા લાગ્યા છે. ત્યારે શહેરમાં પરવાનગી વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન પકડાયું છે. જેમાં રહેણાંક વિસ્તારમાં ફટાકડાના જથ્થાનું સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરતમાં વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર પોલીસની રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબ્જે કરવામાં આવ્યા હતા. સાથે જ પરવાનગી વગર ચલાવવામાં આવતું નકલી ગોડાઉન પણ સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકોની સુરક્ષનાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારાકાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે, દિવાળી સમયે મોટાભાગે ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ ઘટનાને પગલે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટક ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. વરાછા પોલીસે બે સગ્ગા ભાઈઓની આ મામલે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વરાછા પોલીસને મળે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. ત્યારે આ રેડ દરમિયાન ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. સાથે જ 2 ભાઇઓની ધરપકડ કરવામાં આવી હતી. તો એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.