ગુજરાત યુનિ.ની દીવાલ પર પોસ્ટરો ના લાગે તો સારું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી નવાં રૂપરંગ ધારણ કરી રહી છે. ભવનો, વિભાગો અને ઇમારતો પણ વધી રહી છે. જુદાં-જુદાં દ્વાર પણ તૈયાર કરવામાં આવ્યાં છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વાર પાસે આવેલી  ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલ ઉપર અત્યારે અમદાવાદની ઝાંખી ચિત્રો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

જૂનું હેરિટેજ- અમદાવાદ, નવું અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણનાં ચિત્રો દીવાલ પર બનાવવામાં આવી રહ્યા છે. અત્યાધુનિક સાધનો સાથે ગુજરાત યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ કેમ્પસની સુંદરતા વધારવાના પ્રયાસ કરી રહ્યા છે.

પ્રશ્ન અને ચિંતાનો વિષય એ છે કે આ સુંદર ચિત્રો પર વિદ્યાર્થી સંગઠનોનાં પોસ્ટર અને ચૂંટણી જાહેરાતોનાં લાગે તો સારું….!

(પ્રજ્ઞેશ વ્યાસ)