ચીનમાંથી પ્રસેલ HMPV વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ તેને તાવ, શરદી, ઉલટી અને કફની તકલીફ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમની સારવાર દરમિયાન રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. આમ, અમદાવાદ શહેરમાં 1 મહિનામાં પાંચ જેટલા HMPVના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં HMPVના પાંચ કેસ સામે આવ્યા છે. જ્યારે HMPV વાઈરસનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં 2 મહિનાનું બાળકનો 26 ડિસેમ્બરે રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાદ અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. 11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છે.