AMCના 9 ફાયર અધિકારીઓને ટર્મિનેટ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તમામ 9 અધિકારીને બુધવારથી કાયમી કરી દેવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તમામ 9 અધિકારીને ટર્મિનેટ કરતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં કોર્ટ આ હુકમ કર્યો છે. કોર્ટના આદેશને પગલે ઓમ જાડેજા,ઇનાયત શેખ કૈઝાન દસ્તુર સહિત અન્ય 6 ફાયર અધિકારીને મોટી રાહત મળી.
આખી વાત એમ છે કે, ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ ઓફિસર કૈઝાદ દસ્તુર, સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ, સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર શુભમ અમીરદાન ખડીયા, સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી અને ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન શેખને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી સસ્પેન્ડ કરાયા હતા. AMC દ્વારા 9 ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ દસ દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ તમામ 9 અધિકારીઓએ બોગસ ડિગ્રી આધારે ફાયર વિભાગમાં ભરતી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ બોગસ ડિગ્રી અને બોગસ સ્પોન્સર શિપના આક્ષેપ બાદ 22-8-24ના રોજ કર્મચારી અને અધિકારીઓને AMC દ્વારા નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર અપાયો હતો. દરમ્યાન એક સાથે 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાતા હોબાળો મચ્યો હતો.સસ્પેન્સન ઓર્ડરને પડકારતાં ફાયર અધિકારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી.અને આજે કેસની સુનાવણીમાં હાઈકોર્ટે તમામ 9 ફાયર અધિકારીઓના ટર્મિનેશન રદ કરવાનો હુકમ આપ્યો.