નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તહેવારને લઈ ગુજરાતના મહાનગરના પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ ખૈલાય પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. શહેરમાં આયોજીત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસકર્મીઓને ફરજ સોંપાશે.
આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબાના વિવિધ સ્થળ પર ભીડમાં જઇને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે. મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે. આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ CCTV દ્વારા બાજ નજર રાખશે. નવલા નોરતાનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
તો બીજી બાજું સુરતમાં શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજનો થતા હોય છે આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ ઝામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જયારે શેરી મહોલ્લામાં ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ ઉપરાંત શહેરમાં પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે.આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી એ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે.મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નમ્બર પર ફોન કરીને મદદ માગશે તો તેમની મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.