અંકલેશ્વર GIDCમાં દીવાલ ધરાશાયી થતાં ચારનાં મોત

ભરૂચઃ  રાજ્યની અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટોકોન કંપનીની દીવાલ તૂટી પડતાં ચાર કામદારનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જયારે બે કામદાર ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીમાં દીવલ ચણતરનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન આ દુર્ઘટના બની હતી.

અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ચણવાનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં છ લોકો દબાઈ ગયા હતા, પણ તેમાંથી પાંચ કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે આ દુર્ઘટનામા કોન્ટ્રેક્ટર સહિત અન્ય ત્રણ કામદારોનું મોત થયાં હતાં. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે GIDC પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.  સ્થાનિક તંત્રએ દીવાલનો કાટમાળ ખસેડવા કામગીરી હાથ ધરી છે.