અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી નકલી CMO અધિકારી, નકલી પોલીસ અને નકલી ચલણ વિશે તો સાંભળ્યું જ છે પરંતુ હવે તો આખે આખી નકલી સરકારી ઓફિસ પણ ખૂલી ગઈ છે અને એ ઓફિસેને નામે સરકારી ગ્રાંટ પણ લેવાનો ખુલાસો થયો છે.
રાજ્યમાં નકલી અધિકારીઓ બાદ હવે નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે. છોટા ઉદેપુરના બોડેલી તાલુકાની કાગળ પર સિંચાઇ વિભાગના અધિકારી બનીને બે આરોપીઓએ દરખાસ્તો મોકલીને સરકારી આદિવાસી ગ્રાંટ મેળવી હતી.
આ જિલ્લામાં પહોંચેલા નવા IAS અધિકારીએ નકલી અધિકારી મીટિંગમાં નહીં પહોંચવા પર એ વિભાગના અધિકારીથી પૂછપરછ કરી, ત્યારે માલૂમ પડ્યું હતું કે આ નામના કોઈ અધિકારી જ નથી. ત્યાર બાદ એ પણ માલૂમ પડ્યું હતું કે બોડેલીમાં એવી કોઈ ઓફિસ જ નથી.ત્યાર બાદ IAS અધિકારીએ પોલીસ કેસ નોંધાવ્યો હતો, તેમાં આખી વિગતો બહાર આવી હતી.
આ તપાસમાં ખુલાસો થયો છે કે વડોદરામાં રહેતા બે જણ સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે ભેગા મળીને રાજ્ય સરકારની 93 કામો રૂ. માટે 4.15 કરોડની ગ્રાંટ મેળવીને ઠગાઇ કરી છે. આ લોકોએ બોડેલી તાલુકાની કાગળ પર ઓફિસ બનાવી સરકારી ગ્રાંટ મેળવી હતી. પોલીસે આ બંને જણની ધરપકડ કરી છે. આ લોકોએ નકલી દસ્તાવેજ અને મહોરની સાથે હસ્તાક્ષરનો પણ ઉપયોગ કર્યો છે. આ બે જણે રૂ 4,15,54,615 કરોડનું કૌભાંડ કર્યું છે. કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)