સમયના પરિવર્તન સાથે લોકો પેટ્રોલ અને ડિઝલથી આગળ વધીને ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ ઈલેક્ટ્રિક વ્હીકલને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઈલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે? આ પ્રશ્ન લોકોને મૂંજવી રહ્યો છે. અવાર નાવાર ઈલેક્ટ્રિક વાહનોને લગતી દુર્ઘટનાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત ઈલેક્ટ્રિક સ્કૂટર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ચાર્જિંગમાં મૂકેલું સ્કૂટર અચાનક બ્લાસ્ટ થયું હતું. જેથી ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટના રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કની છે. જ્યાં રાત્રે 12 વાગ્યા આસપાસ ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પિડીતે આ સ્કૂટર આઠ મહિના પહેલા ખરીદ્યું હતું. ચાર્જિંગ પર મક્યા બાદ સ્કૂટર ધડામથી બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. સાથે જ ઘરનું તમામ વાયરીંગ પણ બળી ગયું છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી બ્લાસ્ટ થઈ હતી. આ ઘટનામાં એક યુવતિનું મોત નિપજ્યું છે જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.