અમદાવાદમાં બેવડી ઋતુથી બિમારીઓનો રાફડો ફાટ્યો

અમદાવાદ: ગુજરાતમાં આખામાં આ વર્ષ દરમિયાન બેવડી ઋતુની જ અહેસાર થયો હતો. ત્યારે હાલ તકે પણ ક્યારે શિયાળા સાથે ચોમાસુ તો ક્યારે શિયાળા સાથે ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં વાયરલના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં સોલા સિવિલમાં OPD 11 હજારને પાર પહોંચી ગયો છે. જેમાં 11 હજારમાંથી 2100 દર્દીને એડમિટ કરવામાં આવ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના 1500 કેસ જેમાં 700 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, ઇન્ફેક્શનના કારણે સૂકી ખાંસીની વધુ ફરિયાદ સામે આવી છે તો ચિકનગુનિયાના 6, ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે.

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

ત્યારે બીજી બાજું રાજ્ય પર HMPV નો ખતરો મંડાયેલો રહે છે. ત્યારે બે દિવસ પહેલા ફરી એક ગુજરાતમાં નવો કેસ નોંધાયો હતો. 69 વર્ષીય મહિલા દર્દી મહેસાણાના વિજાપુરના હોવાની માહિતી મળી રહી છે. શહેરમાં વધુ એક HMPVનો પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. મહિલાને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ HMPVના છ કેસ પોઝિટિવ નોંધાયા હતા.