અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં એકાએક વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષ પણ સરકારી સહિત પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો. આ સમયે ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે.
દિવાળીના તહેવાર પર એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસ.ટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ બે હજાર જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઈ હતી. લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકીંગ તેમજ ઓફલાઈન બુકીંગ કરાવીને પ્રવાસ કર્યો હતો. આ સાથે ST નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો હતો. એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો છે. દિવાળી વેકેશનમાં એસટી નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો છે. 4 નવેમ્બરના એક દિવસમાં 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ થઈ હતી. એસટી નિગમે મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કર્યું હતું, જેમાં દિવાળીના 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું. 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે. એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઇ છે.