સુરતમાં કલેક્ટર સાથે હીરા ઉદ્યોગકારોની બેઠક

સુરત: પાછલા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાં ઘેરાયેલો છે. મંદીના માહોલથી જ ત્રસ્ત થઈને ઘણા લોકોને વેપાર બદલવા જેવા આકરા નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોના ડાયમંડ એસોસિએશના હોદ્દોદારોની ગઇકાલે CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં રત્નકલાકારોના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ થઇ હતી.

આ બેઠક બાદ આજે સુરત ખાતે રત્નકલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક ઇન્ડસ્ટ્રીઝને લગતી જે રજૂઆતો છે, લઈ મહત્વની બેઠક કરવામાં આવી હતી. ગઈ કાલે મુખ્યમંત્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી હતી. અને રાજ્ય સરકાર એ પ્રશ્નોને લઈને સેન્સેટીવ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઇ છે એ અમે સરકાર પાસે પહોચાડીશું, સરકાર તરફથી યોગ્ય નક્કર પગલા લેવામાં આવશે. એવું કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રત્નકલાકરોએ બે દિવસ પહેલા કલેક્ટર મારફતે માનનીય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી 30 તારીખે હડતાલનું એલાન કરેલું હતું. ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દિનેશભાઈ નાવડીયાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રીને મળ્યા હતા. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે બે દિવસની અંદર રત્ન કલાકારોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. તેના અનુસંધાને આજે કલેક્ટરે પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગના કાર્યકરોની સમસ્યા અને એનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે એ બાબતે પ્રાથમિક મીટીંગ કરી હતી. અત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ અને 30%નો ભાવ વધારોએ પ્રાથમિકતા મૂકી છે. કલેક્ટર સમક્ષ અને આવનારા સમયમાં અમે 30 તારીખે જે હડતાલનો કોલ આપેલ છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં ફેર-વિચારણા અમે આગામી સમયમાં કરશું પણ અત્યારે અમારો હડતાલનો જે કોલ છે યથાવત છે.

બેઠકમાં આ ત્રણ મુદ્દાઓને લઈ ચર્ચા-વિચારણા

  • રત્નકલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માગ
  • બાળકોને શિક્ષણની ફી મુદ્દે સરકાર મદદરુપ થાય તેવી માગ
  • વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે બેઠકમાં માગ કરાઈ

ચર્ચાની અંદર 3 બાબતોને લઈને ચર્ચાઓ થઇ છે. રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે, શૈક્ષણીક ફી જે બાકી છે એમાં રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક મદદરૂપ થાય, જે રત્નકલાકાર મિત્રો પર ઘરના EMIનું ભારણ વધુ ચડી ગયા હોય તેવા મિત્રો સરકાર તરફથી રાહત આપવામાં આવે. ખુબ પોઝીટીવ રીતે ચર્ચા વિચારણા થઇ, કલેકટર આ બાબતે રીપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સુપરત કરશે, અને ગઈ કાલની મીટીગમાં જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા વિચારણા થઇ એમના ઉપર અમને ચોક્કસ એવી ખાતરી છે કે રાજય સરકાર હવે રત્નકલાકારોને કંઇક મદદરૂપ થશે અને રત્નકલાકારોને મદદરૂપ થઈને જે ગુજરાતના રત્નકલાકારોની પુરા વિશ્વની અંદર જે ઓળખ છે એને ટકાવી રાખવા પણ ગુજરાત સરકારનો પ્રયત્ન હોય એવું અત્યારે લાગી રહ્યું છે.