અમદાવાદ: ગુજરાતમાં ધીમે પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે. તો બીજું બાજું ગરમી પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ વાતાવરણ લઈ આગાહી વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ધીરે ધીરે તાપમાન ઊંચકવાની શરૂઆત થઇ ગઇ છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઊંચકાશે, પવનની દિશાના બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી વધ્યું છે. આમતો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. આમ, ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે. તાપમાનમાં ક્રમશ: વધારો થશે, જેની સાથે હવે હવામાન ધીમે ધીમે બદલાશે. પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ વખતે ફેબ્રુઆરી મહિનો પાછલા વર્ષો જેટલો ઠંડો નથી. દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશ હોય છે. આના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આજે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
