ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ આજ રોજ 100 ટકા ભરાય ચૂક્યો છે. ત્યારે ડેમ 100 ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર 100 ટકા ભરાયો છે. જ્યારે હવે ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક 51,777 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા નદીમાં પાણીની જાવક 50,847 ક્યુસેક છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમનો 1 દરવાજો 1 મીટર ખોલવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ તે આજે બપોરે 12 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે નર્મદા ડેમના વધામણા કર્યા હતા. જે બાદ નર્મદા ડેમના વધામણાં બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. કેવડિયાના બ્રાહ્મણો દ્વારા તમામ વિધિ સાથે મા નર્મદાના વધામણાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરવામાં આવ્યા છે. નર્મદા નદી બે કાંઠે થવાના કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદાના નવા નીરના વધામણાં કર્યા બાદ CMએ સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી આ સાથે જ અધિકારીઓ સાથે પણ મુલાકાત લઈને કામગીરી અંગે માહિતી મેળવી હતી.