ગુજરાતમાં 2022થી સર્જન, ચિકિત્સકો અને બાળોરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાને રાખી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે મોટા પાટે ભરતી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ 2800થી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
ગુજરાત અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જનની 200, ફિઝિશિયનની 227, ગાયનેકોલોજિસ્ટની 273, ઓર્થોપેડિક સર્જનની 35, ટર્મેટોલોજિસ્ટની 09, રેડિયોલોજિસ્ટની 47, એનેસ્થેટીસ્ટની 106 મળીને કુલ 897 ક્લાસ 1ની જગ્યાઓ છે. જેમાં શૈક્ષણિક લાયકાત MBBS છે. આ ઉપરાંત ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800થી વધુ ભરતીની બહાર પાડવામાં આવી છે. જેમાં તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી (એલોપેથીક)ની 147, બાયોકેમેસ્ટ્રીના ટ્યુટરની 20, કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટરની 30, ફોરેન્સિક મેડીસીનના ટ્યુટરની 29, માઈક્રોબાયોલોજીના ટ્યુટરની 23, પેથોલોજીના ટ્યુટરની 33, ફીજીયોલોજીના ટ્યુટરની 32, એનેટોમીના ટ્યુટરની 25 અને ફાર્માકોલોજીના ટ્યુટરની 23 જગ્યાઓ મળીને 1868 જગ્યાઓ પર ક્લાસ 2ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત MS/DNB, MD/MS/DNB/PGDIP, MD/DNB/PGDIP છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા ક્લાસ – 1 ની ઈમ્યુનો હિમેટોલોજિ એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 01, કાર્ડિયોલોજિની 06, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિની 01 અને સી.ટી. સર્જરીની 03 મળીને કુલ 11 જગ્યાઓ છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત DM/MD/DNB, M.CH/DNB, DM/DNB છે.