અમદાવાદ– પાળતુ પ્રાણીઓ, અને તેમાં પણ ખાસ કરીને શ્વાનને પાળવાવાળા અસંખ્ય પરિવારો માટે એક મજાના ખબર મળી રહ્યાં છે. પાળતુ શ્વાનને પોતાની સાથે હોટેલ-રેસ્ટોરન્ટમાં લઈ જવાનું મુશ્કેલ બની રહેતું હોય છે ત્યારે અમદાવાદમાં એક સ્થળ એવું બન્યું છે જ્યાં તમે તમારાં પાળતુ શ્વાનને લઈને આનંદથી ભોજન કરી શકશો.મનગમતાં પાળેલા શ્વાનને ઘેર છોડીને બહાર જમવા જવાનું કે પછી ચા, કોફી માટે જવાનું તમને પસંદ ન હોય તો શ્વાનમાલિક તરીકે મૂંઝવણ ઊભી થઈ જાય છે કે શહેરમાં કોઈ પેટ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ કેમ નથી. અમદાવાદીઓ માટે હવે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે. શ્વાનમાલિકો માટે પેજ વન રેસ્ટોરન્ટ એન્ડ કાફે એન્ડ હોટેલ્સ બેંકવેટસની સેમી ઓપન એર કાફે બેકીંગ એડીશન શ્વાન માટે દરવાજા ખુલ્લાં મૂકી રહી છે. જેમાં શ્વાન પણ માલિક સાથે જમવા માટે આવી શકશે. પાળતુ પ્રાણીઓ માટે પૂરતી ખુલ્લી જગા અને સલામતીની જોગવાઈઓ ધરાવતું આ સ્થળ પાળતુ પ્રાણીઓ માટે બોલ્સ અને બેન્સથી રમવા માટે તથા ત્યાં મૂકેલા વૉટર બાઉલ્સથી તરસ છીપાવવાની સગવડ પૂરી પાડી રહ્યું છે.
અહીની ઈન-હાઉસ કૂલીનરી ટીમ મારફતે તૈયાર થતું અને તમારા પ્રિય સાથીદારને મોંમાં સ્વાદ રહી જાય તેવું પીરસવામાં આવતું ભોજન આ કન્સેપ્ટ કાફેની અનોખી બાબત છે. અહીં સ્વાદિષ્ટ વેનિલા આઈસક્રીમથી માંડીને શેકેલાં સ્વાદિષ્ટ બિસ્કીટ છે. કેરટ અને મધવડે તૈયાર કરેલી હોલ વ્હીટ કપ કેક તથા દરેક શ્વાનને ગમે તેવુ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.