અમદાવાદના લાલ દરવાજાથી 27 લાખનું ડ્રગ્સ ATSએ ઝડપી પાડ્યું

ગુજરાતમાં અવાર નવાર નસીલા પદાર્થ મળવાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાંથી 27 લાખનું એમડી ડ્રગ્સ ATSએ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATSએ ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પહેલા આરોપી ફરજાન શેક 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. આ કેસમાં તમામ પાસ પર પોલીસ તપાસ હાથ ધરી છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે લાલ દરવાજા વિસ્તારમાં એક આરોપી ડ્રગ્સ લઈને આવે છે ત્યારે તેને રોકીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની કિંમત 27 લાખ રૂપિયા છે.એટીએસ દ્રારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે,ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી છે,આરોપીને લઈ પોલીસે તેના મોબાઈલ ફોનનો ડેટા પણ લીધો છે અને અગાઉ કયાં ડ્રગ્સ આપ્યું અને કોની પાસેથી લાવ્યો તેને લઈ ટેકનિકલી તપાસ હાથધરી છે.

2021માં રિવોર્ડ પોલિસી લૉન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500 થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે ₹51,202 મંજૂર કર્યા છે. તો ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે ₹6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ ₹5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.