‘સમુત્કર્ષ’નો વાર્ષિક સંગીત સમારોહ

અમદાવાદ: શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલી ‘સમુત્કર્ષ’ સંસ્થાના પ્રાંગણમાં સંગીતનો વાર્ષિક સમારોહ યોજવામાં આવ્યો હતો.

યોગા, સંગીત, આધ્યાત્મિક જીવનશૈલીના જુદા જુદા કાર્યક્રમો કરતી અમદાવાદ શહેરના આનંદનગર, પ્રહલાદનગર વિસ્તારની ‘સમુત્કર્ષ’ સંસ્થામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે.

ગત શુક્રવાર 15 એપ્રિલની સંધ્યાએ સંસ્થાના પ્રાંગણમાં સંગીત વાર્ષિક સમારોહ યોજાયો હતો. જેમાં સંગીત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય ગાયન, તબલાવાદન,  હાર્મોનિયમ, કી બોર્ડ,  ગિટારવાદન પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

15 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરાઇ હતી. 35 વિદ્યાર્થીઓ અને 10 જેટલા સંગીતગુરુએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર સંગીત સમારોહનું સંચાલન વિધી દવે, પ્રિયંકા કાપડિયા અને સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]