AMC ટ્રાન્સપોર્ટ સર્વિસનું 2025-26 માટે રૂ. 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2025-26 માટે રૂપિયા 682 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કર્યુ છે. હાલ સુધીમાં AMC પર રૂપિયા 4620.77 કરોડનું લોનનું દેવું બાકી છે. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલ 1172 બસો ઓન રોડ દોડાવવામાં આવી રહી છે. પરંતુ તેની સામે 927 બસો જ ઓન રોડ દોડી રહી છે. જયારે હાલમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના વિવિધ રુટ ઉપર માત્ર સાત ઈલેકટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામા આવી રહી છે. વર્ષ 2025-26 aમાં 60 મીની એ.સી.ઈલેકટ્રિક બસ સંચાલનમાં મુકવાની વધુ એક જાહેરાત ડ્રાફટ બજેટમાં કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે AMTS પાછલા બે દાયકાથી પણ વધુ સમયથી AMC દ્વારા આપેલી લોનના દેવા નીચે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 641.50 કરોડના બજેટ સામે 40 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા રૃપિયા 682 કરોડના ડ્રાફટ બજેટમાં રુપિયા 348 કરોડ તો પગાર અને પેન્શન તથા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ  પાછળ જ ખર્ચ કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વર્ષ 2024-25માં રુપિયા 410 કરોડ લોન લેવામાં આવી હતી. વર્ષ 2025-26 માં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રુપિયા 437 કરોડ લોન લેવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ દરમિયાન કુલ આવક રુપિયા 238 કરોડ અંદાજવામાં આવી છે. વર્ષ 2025-26 માં ઈલેકટ્રિક બસને પ્રોત્સાહન આપવાના બદલે 225 મીડી સી.એન.જી.બસનો કોન્ટ્રાકટ પુરો થઈ જવાથી નવી 225 ઈલેકટ્રિક એ.સી.બસ લેવાનુ કાગળ ઉપર આયોજન કરાયુ છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વર્ષ 202-25માં રુપિયા 410 કરોડ લોન પેટે લેવામાં આવ્યા હતા.વર્ષ 2025-26માં મ્યુનિ.પાસેથી રુપિયા 437 કરોડ લોન પેટે મેળવવામા આવશે. સ્પેશિયલ વર્ધીની બસ માટે અત્યાર સુધીમાં જયાં બે કલાકના રુપિયા બે હજાર લેવામાં આવતા હતા તેને બદલે ત્રણ કલાકના રુપિયા 4500 વસૂલવા નિર્ણય કરવામા આવ્યો છે. અમદાવાદ બહાર બસ લઈ જવી હોય તો રુપિયા ૭૫૦૦ ત્રણ કલાકના વસૂલવા નિર્ણય કરવામાં આવ્યો છે.