અમદાવાદ: ગુજરાતની શાન ગણાતો ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસોમાં અકસ્માત અને જાનહાનિના બનાવો બનતા હોય છે. આ પ્રકારના બનાવ ના બને તે માટે અમદાવાદા ઈન્ચાર્જા કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં કોઈપણને વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડ પતંગ પકડવા માટે દોડાદોડી નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.