અમદાવાદ- શહેરમાં મુસાફરો મેટ્રો ટ્રેન શરૂ થવાનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે.. જે અંતર્ગત મેટ્રોના અધિકારીઓ દ્વારા વધુ એકવાર ટ્રેનનો પહેલા ફેઝનો વસ્ત્રાલથી એપેરલ પાર્કનો સાડા છ કિલોમીટરના ટ્રેક રુટનો ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી. શહેરભરમાં આ સમાચારને લઇને અનોખો આનંદ છવાઈ ગયો હતો.
અમદાવાદના ન્યુકોટન ખાતે સતત બીજા દિવસે મેટ્રો ટ્રેનનું પાટા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ રન માટે એપરલ પાર્કથી ગુરૂવારે સાંજે 3.45 વાગ્યે વસ્ત્રાલ માટે પહેલી વાર મેટ્રો રવાના થઈ હતી. અને વસ્ત્રાલ જવા રવાના થઈ હતી. એવી શક્યતા છે કે લોકો માર્ચ મહિનાથી અમદાવાદમાં પણ મેટ્રોની મુસાફરી કરી શકશે.
એપરલ પાર્કથી શરૂ થયેલા 6.5 કિલોમીટરનો પ્રથમ ટ્રાયલ રન એપરલ પાર્કથી શરૂ થયું હતું. મેટ્રોના ટેકનિકલ અધિકારીએ જણાવ્યું, “આ વિશ્વની ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી સ્ટેઇનલેસ સ્ટિલની મેટ્રો ટ્રેન છે. આ 3 કોચની ટ્રેન છે, જેની કેપેસિટી 1,000 પેસેન્જરની છે. હાલમાં અમે ડ્રાઇવર સાથે ટ્રેન ચલાવીશું ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઇવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઑપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે”
અમદાવાદ મેટ્રોની એક વિશેષતાએ છે કે તેના કોચ ખૂબ જ મોડર્ન છે. આ મેટ્રો પ્રોજેક્ટના બીજા ફેઝમાં થલતેજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે.