ગુજરાતમાં ગઈકાલથી જ અત્યંત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે જનજીવન પ્રાવિત થયું છે. રાજ્યમાં કેટલીક જગ્ય પર વરસાદે તારાજી સર્જી છે. કેટલાક ગામોના સંપર્ક વિહોણા બન્યા છે. તો કેટલીક જગ્યા પર લોકોના રેસ્કૂય કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદ વરસવાને કારણે બસ-ટ્રેનના વાહન વ્યવહાર ખોરવાયો છે તથા ફ્લાઇટને પણ તેની અસર થઈ છે. એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સામાન્ય દિવસોમાં 260થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર થતી હોય છે. આ તમામ ફ્લાઈટોને મોટી સંખ્યામાં ફ્લાઈટની અવરજવર ને વાતાવરણની અસર થઈ હતી.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોવાયો છે. સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ છે. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ આજે વિલંબિત થઈ હતી જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ વિલંબિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટ માટે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લિયરન્સ મળવું ખૂબ જ અગત્યનું છે ત્યારે હવામાન વિભાગની અગાઉથી જ આગાહી હતી કે આજે અમદાવાદ શહેરમાં અત્યંત ભારે વરસાદ વરસે શકે છે તેના માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું એવામાં અને વિવિધ સેક્ટરમાંથી અમદાવાદ આવતી કુલ 21 ફ્લાઈટ એ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરતા પહેલા હવામાં ચક્કર લગાવ્યા હતા. કેટલીક ફ્લાઈટોએ અડધા કલાક માટે તો કેટલીક ફ્લાઈટોએ તેના કરતાં પણ વધુ સમય માટે અમદાવાદની આસપાસ હવામાં જ ચક્કર લગાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરવા માટે સફળ થઈ હતી તથા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થતી વિવિધ એરલાઇન્સ ની ફ્લાઈટ એક કલાકથી લઈને ચાર કલાક માટે વિલંબિત થઈ હતી.
ગુજરાત રાજ્યનું અને તેમાં પણ અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં મુસાફર અને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોવાઈ શકે છે તેથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.